Wednesday, 1 January 2014

કવિતા


વિરહ ક્ષણો,
અસહ્ય બની યાદ,
સ્મરી કવિતા.

વિચાર બીજ,
લાગણી ભીનાં થયાં,
ફૂટી કવિતા.

દિલનાં દર્દ,
આંખ તરફ વળ્યા,
વહી કવિતા.

મીલન વેળા,
દિલમાં ઉમળકા,
નાચે કવિતા.

મૌન આકાશ,
નયન થયાં ચાર,
બોલે કવિતા.

વિદાય વેળા,
બાકી વાત હજાર,
રડે કવિતા.

કવિનાં દિલ,
હસતાં કે રડતાં,
કરે કવિતા.--- બૈજુ જાની.
(૧/૧/૨૦૧૪)